શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 09

     નવું સ્વર્ગ અને નવી ધરા અહીં જ છે અને અત્યારે જ છે.
એ ફક્ત, જે બની રહ્યું છે એને પિછાણવા ને સ્વીકારવાનો અને તમારી ચેતનાને ઊચે  લઈ જવાનો સવાલ છે,  જેથી તમારી અંદર અને તમારી આસપાસ જે બની રહ્યું  છે તે વિશે તમે પૂર્ણપણે સભાન હો.
આ સમયે જે બની રહ્યું છે તે પ્રત્યે તમે જાગ્રત ન હો, તો એનો અર્થ એ નથી કે અે નથી કે અે નથી બની રહ્યું.
એનો અર્થ માત્ર એટલો જ છે કે તમારા ગર્વ અને ગુમાને તમારી આસપાસની અદભૂતત્તાઓ  પ્રત્યે તમને અંધ બનાવ્યાં છે, એથી તમે અે જોઈ શકતાં નથી.
એટલા માટે તમારી ચેતનાને ઉપર ઉઠાવતાં રહો.
તમે એને જેટલી ઊચે લઈ જશો તેટલી વધુ સ્પષ્ટતાથી તમે સત્ય જોઈ શકશો; અે પૂર્ણ દર્શનને ભૂસી નાખે એવું કંઈ જ માર્ગમાં નથી.
એ દર્શનની અદ્ભુતતા  નિહાળવાનું તમને મળે, તો પછી એને નીચે જીવનમાં લઈ આવો અને એને તમારા રોજના જીવનનો ભાગ બનાવો.
દર્શન જ્યાં સુધી આકાર ગ્રહણ ન કરે ત્યાં સુધી એ વાસ્તવિક બનતું નથી.
હું તમને કહું છું કે મારા નવા સ્વર્ગ અને નવી ધરાને આકાર લઇ રહેલા હવે તમે નિહાળો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.