શનિવાર, 10 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 10

     ઊચું નિશાન તાકો: જેટલું વધારે ઊચું, એટલું વધારે સારું, ભલેને એ ઊચું ધ્યેય દરેક વખતે તમે સિદ્ધ ન કરી શકો, પણ કાંઈ નહિ તો તમે તમારી શક્તિની સીમાએ તો પહોંચી શકશો.
જીવનમાં હંમેશા અતિ ઉતમની અપેક્ષા રાખો, અે તમને પ્રાપ્ત થઈ રહેલું જુઓ અને નિરંતર અે માટે આભાર માનો.
યાદ રાખો કે તમે માગો અે પહેલા મને તમારી જરૂરતની જાણ હોય છે અને તમારી બધી જરૂરિયાતો અદ્ભુત રીતે પૂરી કરવામાં આવે છે.
તમે કેટલા કૃપાપાત્ર છો કે આ અદ્ભુત સત્યો તમે જાણો છો અને તમારા અસ્તિત્વના છેક ઊંડાણમાં એને ધારણ કરો છો!
જબરદસ્ત પરિવર્તનો અને બધા સ્તરે થઈ રહેલા સતત વિકાસ અને વિસ્તાર પ્રત્યે સજાગ રહો!
જુનાએ ખસી જઈને નવાને જગ્યા ખાલી કરી આપવી જ પડે છે.
દુનિયામાં મોટી ઊથલપાથલ આવવાની છે, પણ જે લોકો પોતાના સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા મારામાં રાખવાનું શીખ્યાં છે તેમને ઊની આંચ પણ નહિ આવે અે જાણો; સંશયની આછી પાતળી રેખા પણ જેમાં ન હોય એવી રીતે જાણો કે મારા સાથમાં  બધું જ શક્ય છે!
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.