તમે શાંત- સ્થિર થવા માટે સમય કાઢીને, મારી સાથે સૂર સાધો નહિ અને તમારી જાત મને અર્પણ કરી દેવા તૈયાર થાઓ નહિ ત્યાં સુધી, તમારામાં ને તમારી મારફત કામ કરવા માટેનું માધ્યમ મને મળી શકે નહિ.
હમેશાં યાદ રાખો કે તમારા ભાગે આવેલી ભૂમિકા તમારે અદા કરવાની છે.
પ્રાથમિક વસ્તુઓને તમારે પ્રાથમિકતા આપવી જોઈએ.
એમ કરીને તમે સધળા દ્વાર ઉઘાડો છો અને પછી તમારામાં ને તમારા દ્વારા હું અનેક આશ્ચર્યકારી બાબતો કરવાને શક્તિમાન બનું છું.
માધ્યમો વગર મારું અટકી પડે છે.
જાતથી મુક્ત થયેલા વધુ ને વધુ માધ્યમો મને જોઈએ છે, જેથી તમારામાં અને તમારી દ્વારા વહેતા મુક્ત પ્રવાહને કશું અટકાવી શકે નહિ.
તમે તમારી જાતને સમર્પિ દો,
કશું પાસે રાખી ન લો,
અને અે અર્પણમાં જાતને સર્વથા ભૂલી જાઓ.
જીવનના તાલ સાથે તાલ મેળવો,
મારી સાથે તાલ મેળવો અને સરળતાથી એના લયમાં વહો.
વિચાર કરવામાં વધુ વખત ન બગાડો,
અે વિશે આ પળે જ કંઇક કરો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
રવિવાર, 11 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 11
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.