સોમવાર, 12 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 12

     તમારું આખું જીવન એક સંપૂર્ણ આકાર અને આયોજનમાં ચાલી રહયું છે તે જીઓ.
એમાં કશું જેમતેમ, ઢંગધડા વગરનું નથી.
ભલે અે અતિશય વિચિત્ર દેખાતું હોય,
પણ અે સઘળી મારી દૈવી યોજના છે
મેં મારો હાથ તમારી પર ન મૂક્યો હોત,
તો તમે અત્યારે જ્યાં છો ત્યાં ન હોત,
જે કરો છો તે ન કરતાં હોત.
મારી રીતો તમારી રીતો નથી.
હમેશાં મારું ધારેલું કરવાને પ્રયત્નશીલ રહો.
તમારે માટે સર્વોત્તમ શું છે તે હું જાણું છું,
તો પછી શા માટે એની સામે લડવું અને માનવું કે ઉત્તમ શું છે તે તમે જાણો છો?
મારામાં નિ:શેષ શ્રદ્ધા ને વિશ્વાસ રાખો.
જાણો કે હું સદાકાળ અહીં જ છું અને હું તમને કદી નિરાશ કરીશ નહિ કે તજી દઈશ નહી.
હમેશાં મારા ભણી દ્રષ્ટિ કરતાં રહો.
મારે તમને જે કહેવાનું છે તે મૌનમાં સાંભળો અને મારી જરા અમથી વાતનું પણ પાલન કરો.
આજ્ઞાધીનતા તમારે માટે એક આખી નવી ઝિંદગી ખોલે છે અને તમારા છેક ઊંડાણમાં ઢંકાઈને પડેલી, મુક્ત થવાની રાહ જોતી નવી શક્તિઓને મોકળી કરે છે.
અને આ ત્યારે જ બને, જ્યારે પ્રશ્ન કર્યા વગર એને અનુસરવા તમે તૈયાર ને તત્પર થાઓ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.