તમારી અંદર શક્તિ અને ઊર્જાનો જે અજસ્ત્ર સ્રોત છે તેમાંથી (બળ) મેળવો, તમને જણાશે કે તમે દેખીતી રીતે અલૌકિક લાગતાં કાર્યો કરી રહ્યા છો,
કારણ ફકત એટલું જ કે તમે મારા દિવ્ય નિયમો વડે કામ કરો છો,
જે સઘળાં દ્વારા ઉઘાડે છે અને સર્વ બાબતોને શક્ય બનાવે છે.
એને મારા નિયમ તરીકે પીછાણો ,
એનો આભાર માનવાનું કદી ચૂકો નહિ અને એનો મારા ગૌરવ ને મહિમા માટે, સમગ્રના હિત માટે ઉપયોગ કરો.
આ નિયમના યોગ્ય ઉપયોગમાંથી જ અતિ અદ્ભુત બાબતો પ્રગટ થશે અને બધાને જ તેનો લાભ મળશે.
મારા માર્ગદર્શન હેઠળ સાચી રીતે વાપરેલી શક્તિ ઇતિહાસના વહેણ બદલી નાખી શકે છે, નવું સ્વર્ગ ને નવી ધરા સર્જી શકે છે.
અે ખોટી રીતે વપરાય તો ખાનાખરાબી અને વિનાશ લઈ આવે છે.
શક્તિ એક એવી બાબત છે, જેની સાથે રમત ન રમી શકાય.
એની સાથે ખૂબ આદરથી વ્યવહાર કરવો જોઈએ.
હું શક્તિ છું.
અખિલ બ્રહ્માંડ મારા હાથમાં રહેલું છે અને તમે અે અખીલતાના અંશરૂપ છો.
એની સાથે મળી જાઓ, ભળી જાઓ અને એમાં તમારું ખરું સ્થાન પ્રાપ્ત કરો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 13 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 13
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.