પ્રેમ વાતાવરણમાં છે. એની ઉષ્મા, એનો આનંદ, એની સાથે આવતી સ્વતંત્રતાનો અનુભવ કરો.
પ્રેમ અે એક આંતરિક અવસ્થા છે.
એના વિશે બોલવાની જરૂરી નથી હોતું.
ઝીણી ઝીણી, એક હજાર ને એક રીતે અે વ્યક્ત થાય છે: એક દૃષ્ટિમાં, એક સ્પર્શમાં, એક કાર્યમાં.
પ્રેમ હરેક સ્થળે છે, પણ એની ખરી કદર કરવા માટે તમારે એના પ્રત્યે સભાન બનવું જોઈએ.
તમે શ્વાસમાં લો છો એ હવા સઘળે છે,
પણ તમે 'અે તો છે જ ને!' કહીને એની ગણના કરતાં નથી, સિવાય કે તમે જરા થોભો અને હવા વિશે, હવાને લીધે જ તમે જીવી શકો છો અે હકીકત વિશે સભાન બનો.
કશાને પણ માટે, 'અે તો છે જ ને!' એમ માની ન લો.
એવું તમે કરો છો ત્યારે જિંદગીમાંથી બધો આનંદ અને ઝળકાટ હરાઈ જાય છે.
પ્રેમ નાની નાની બાબતોથી શરૂ થાય છે અને રોજેરોજ વધતો જાય છે.
તમે એકબીજાને ખરેખર ચાહો ત્યારે તમને એકમેકમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે.
અે પ્રેમને વહેવા દો.
અને એની આડે કશું ન આવવા દો.
મારા દિવ્ય પ્રેમને દરેક વસ્તુમાં થઈ ને વહેવા દો અને અે શાંતિનો અનુભવ કરો, જે બધી સમજણોની પાર રહેલી છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 14 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 14
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.