કોઈ પણ બાબતને કામ કરતી કરવાનું રહસ્ય છે એને કામ કરતી કરવાની ઇચ્છા અને એના વિશે એટલો વિધેયાત્મક ભાવ કે અે સિવાય બીજું કાંઈ શક્ય હોય શકે જ નહિ.
કોઈ પણ અઘરું કાર્ય અધકચરી રીતે હલ કરવાથી સફળતા નહિ મળે.
પૂરું હૃદય રેડીને અને અે કામ કરતું થાય એવી ખરેખરી ઈચ્છાથી જ્યારે અે હાથમાં લેવામાં આવે ત્યારે માત્ર અતિ ઉત્તમ જ એમાંથી નીપજશે.
તમે જે કાંઈ કામ ઉપાડો, નાનામાં નાના દુન્યવી કાર્યથી માંડી, અતિશય અઘરા ને આટીધૂટીવાળા કામ ઉપાડો તે પૂરા હૃદયથી કરો.
જીવનના ખરેખરા પડકારો સ્વીકારવા તૈયાર રહો.
અે વિશે કદી ભય ન પામો.
સાચા ખમિરથી જ્યારે એનો ભેટો કરવામાં આવે અને અંદરથી જ્યારે તમને એમ જાણ હોય કે એ તો હું જ તમારી અંદર રહીને કામ કરું છું અને કાર્ય કરી સિદ્ધ કરવામાં હું જ સહાય કરું છું, ત્યાર પછી કાંઈ પણ બની શકે.
તમારું દૃષ્ટિબિંદુ બદલાવો અને તમે તમારા સમગ્ર અસ્તિત્વ ભણી સર્જનાત્મક અને અતિ વિધેયાત્મક શક્તિઓના પ્રવાહને વહેવા માટે દ્વાર ખોલી શકશો.
નિશ્ચિતપણે જાણો કે તમે બદલાઈ શકો છો, ઘણી ઝડપથી બદલાઈ શકો છો, પણ એનો આધાર તમારી પોતાની ઉપર જ છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 15
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.