તમે જ્યારે તમારું સર્વસ્વ મને સમર્પી દેવા રાજી થા છો અને પોતાની પાસે કશું જ રાખતાં નથી, ત્યારે એકેએક જરૂરિયાતની અદ્ભુત રીતે પૂર્તિ થાય છે અને તમારું જીવન ભરપુરતામાં વહે છે, કારણ કે તમે મને બધું અર્પી દો છો ત્યારે તમે પુરને ખાળી રાખતા દરવાજા ઉઘાડી નાખો છો.
આ નિયમને તમારામાં સર્વાંગપણે એટલો આત્મસાત કરો કે એમ કરતાં છેવટે અે તમારા અસ્તિત્વના ભાગરૂપ બની જાય, જેથી તમે સમગ્ર જીવનના તાલ સાથે સ્પંદિત થાઓ અને તમને અખીલાઈનો અર્થ સમજાય, સમગ્ર સાથે એટલે કે મારી સાથે સૂર મેળવવાનો અર્થ સમજાય.
સમગ્ર સર્જનનો સ્રષ્ટા હું છું, સમગ્ર જીવનની અખીલાઈ હું છું.
તમારી ચેતનાને ઊચે લઈ જાઓ અને નિશ્ચે જાણો કે હું તમારી અંદર છું, કે આ અખીલતા અહીં તમારી અંદર છે અને તમારી પોતાની મર્યાદિત ચેતના સિવાય બીજુ કશું જ એની અદ્ભુત તથી તમને અળગા કરી શકે નહિ.
તો પછી એને મોકળી મૂકી વિસ્તારવા કા જ દો?
ચેતનાના અે વિસ્તારને કશું અટકાવે નહિ તે જુઓ - ત્યાં સુધી કે છેવટ જ્યારે તમે સ્વીકારી શકો કે હું તમારી ભીતર છું અને તમે મારી ભીતર છો ને આપણે એક છીએ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 17
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.