જ્યારે તમે પ્રેમ અને સમજ પ્રગટ કરો છો ત્યારે તે શતગણા થઈને તમને પાછા મળે છે.
તમે જ્યારે ટીકા અને નકારાત્મક વલણનો પ્રવાહ વહાવો છો ત્યારે અે પણ શતગણા થઈને તમારા ભણી પાછાં આવે છે.
તમારી અંદર ઊંડાણમાં જે રહેલું છે તે જ તમારા બાહ્ય જીવનમાં પ્રગટ થાય છે.
તમે તમારો અસંતોષ,
તમારો અણગમો,
તમારા દુઃખ કષ્ટ સંતાડી નહિ શકો, કારણકે વહેલામોડા તે બહાર ગૂમડાં ની જેમ ફૂટી નીકળશે , અને ત્યારે તેની વાઢકાપ કરવી પડશે.
વિષનો તો જેમ વહેલો નિકાલ થાય તેમ સારું અે કરવાનો શીઘ્ર અને ઉત્તમ ઉપાય તમારા આખેઆખા વલણને બદલી નાખવાનો છે.
આ વિષાક્ત, નકારાત્મક, ટીકાત્મક વિચારોને સ્થાને શુદ્ધ પ્રેમ, સંવાદિતા અને સમાજના વિચારો મૂકો.
અે તો ઘણી ઝડપથી કરી શકાય તેવું છે.
તમારે હતાશા અને સંતાપમાં ડૂબ્યા રહેવાની જરૂર નથી.
જાત માટે ખેદ અનુભવવામાં તમારે અમૂલ્ય સમય બગાડવાની જરૂર નથી.
તમારી પરિસ્થિતિ વિશે તમે કંઇક કરવાની ઈચ્છા કરો છો ત્યારે તમે તે તરત જ કરી શકતા હો છો.
પરિવર્તન તો આંખ ના પલકારામાં આવી શકે છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
રવિવાર, 18 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 18
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.