એવા ઘણા મહત્વના પાઠો છે, જે આ જીવનમાં દરેકે શીખવાના છે.
દા.ત જે કાંઈ કરવાનું હોય તે શાંતપણે, દેખાડા વગર, ધોંધાટ કે શોરબકોર વગર કરવું.
આવા પાઠ ને બાજુ પર હડસેલી ન દો.
એમ માનો કે તમે બધાજ જવાબ જાણો છો અને એટલે આવા પ્રાથમિક પાઠ શીખવાની જરૂર નથી.
અંદર ખૂબ ઊંડે જુઓ.
આધ્યાત્મિક દર્પ તમારી ઊણપો પ્રત્યે તમને અંધ બનાવી દે તેવું થવા દેતા નહિ, કારણકે આધ્યાત્મિક દર્પને તમે વચ્ચે આડો આવવા દો, તો તમારો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય નહિ.
અનેક વાર આ આધ્યાત્મિક દર્પ જ તમને, આત્મસાત થવાની રાહ જોતા નવા અતિ મહત્વના પાઠ શીખતા અટકાવે તેવું બને.
હમેશાં જ કશુંક નવું ને અદ્ભુત શીખવાનું હોય છે, આત્મસાત કરવાનું હોય છે.
અને અે તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે ખુલ્લાં રહેવાને અને તમારી જરૂરિયાત ઓળખવાને તૈયાર હો.
સાચી વિનમ્રતા અને ઊંડા કૃતજ્ઞભાવથી અે જરૂરત પૂરી કરવાનો પ્રયત્ન કરો.આ જીવનમાં શીખવાનું કદી અટકતું નથી.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર
સોમવાર, 19 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 19
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.