કશાથી પણ ભય શા માટે પામવો?
હું સદાય તમારી સાથે છું.
રસ્તો તૈયાર કરવા હું તમારી આગળ ચાલુ છું અને યોગ્ય સમયે એ સાચો પૂર્ણ સ્વરૂપે ઉદ્દઘાટીત થશે.
તમારા માં શ્રદ્ધા હોવી જોઈએ અને આ જીવન જીવી શકો તે માટે તમારી શ્રદ્ધા ખડક જેવી મજબૂત અને અડગ હોવી જોઈએ.
તમારી શ્રદ્ધા ને તમે જીવન ના વ્યવહારમાં જેમ ઉતારો તેમ તે વધુ બળવાન બનતી જાય છે.
શ્રદ્ધા એ કંઈ વાતો કરવાનો વિષય નથી.
અને જીવનમાં ઉતારવી જોઈએ,
જેથી બધા જોઈ શકે કે એ કંઈ ઊંચે આસમાનમાં વિહરવાની ભાભકભરી સ્થિતિ નથી ;
એ તો એવી સ્થિતિ છે, તમે જો એ શ્રદ્ધા વડે ન જીવી શકો, તો પછી એના વિશે વાંચવાનો કે વાત કરવાનો કશો અર્થ નથી.
એટલે છીછરા પાણીમાં પગ ટેકવી છબછબીયા કરી તમે તરી શકો છો એવો તમારે જાત પાસે ડોળ કરવાનો નથી,
પણ છેક છેડે જઈ ઊંડા જળ માં કૂદી પાડવાનું છે અને તરવાનું છે.
તો શા માટે આજથી જ અને અત્યારથી જ કાર્યશીલ બની આ સભર ઉજ્વલ જીવન જીવવા ન માંડવું?
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 20 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 20
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.