પોતાને કોઈ દુભાવે કે તુચ્છકારે, પોતાની અવગણના કરે કે પોતાને કોઈ ચાહતું નથી,
પોતાની કોઈને જરૂરી નથી એવી લાગણી પોતાની અંદર જન્માવે,
એવું તો કોઈને પણ ગમતું નથી.
તો પણ તમારા માનવ - બંધુઓ સાથે પ્રેમ અને આદર ભરિયો વર્તાવ કેમ ન કરવો ??
તેમને સમજવાની કોશિશ કરો અને જરૂરી પડે તો (તેઓ એક માઈલ સાથે ચાલવાનું કહે તો ) બીજો માઈલ તેમની સાથે ચાલવાને તૈયાર રહો.
ખૂબ સહિષ્ણુ, ખૂબ ધીરજવાન, ખુબ પ્રેમાળ થાઓ.
તમને પોતાને પણ બીજાઓ તમારી પ્રત્યે આવો વ્યવહાર રાખે તેજ ગમે,
એટલે બીજાઓએ જે રીતે જીવવું જોઈએ એમ તમે ઇચતા હો,
તે રીતે તમે જીવો એક સારું દૃષ્ટાંત બની રહો.પણ તમારી પાસે એવું અપેક્ષિત છે એમ તમને લાગે છે,
એટલે માટે એ કરો - એમ નથી.
તમે એમ કરો કારણકે એમ કરવાની તમારી ઇચા છે, તમે જે કઈ વિચારો, કહો, કરો તેમાં તમારું સર્વશ્રેષ્ઠ આપવાની તમારી હૃદયપૂર્વક ઝંખના છે.
તમારી આ ઝંખના જેમ વધુ મોટી હશે તેમ તેને પરિપૂર્ણ કરવાનું વધારે સરળ બનશે.
કોઈ અધકચરી, સામાન્ય બાબતથી સંતોષ ન પામો.
ધ્યાન રાખો કે તમે જે કઈ કરો તે ઊચા માં ઊચા પ્રકાર નું હોય.
તમારા હેતુ શુદ્ધ હોય અને તમારા કોઈ પણ કાર્ય માં કશો સ્વાર્થ કે સ્વ-કેન્દ્રીયપૂણૅ ન હોય.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 21 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 21
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.