ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 22

     તમે તમે જ બની રહો અને બીજા કોઈ જેવા થવાનો પ્રયત્ન કરતાં નહીં. દુનિયામાં જાતજાતની અને ભાતભાતની બાબતો હોય છે. વટાણાની શીંગમાંના દાણા જેવા એકસરખા તમે બધા હો એવું મને નથી જોઈતું. તમવા બધા જુદા જુદા પ્રકારના હો, દરેક જણ પોતાનું ચોક્કસ કામ કરતું હોય, પોતાની ચોક્કસ ભૂમિકા ભજવતું હોય અને સમગ્ર સાથે સુસંપૂર્ણ રીતે ભળી જતું હોય એવું મને જોઈએ છે.
તમે બધા ભિન્ન ભિન્ન હો એનો અર્થ એવો નથી કે તમારી વચ્ચે વિસંવાદ કે વિરોધ હોય.
એક પુરા વાદ્યવૃંદમાં ઘણાં જુદાં જુદાં વાદ્યો હોય છે, દરેકમાં એમાં પોતાનું યોગ્ય સ્થાન હોય છે અને સમગ્ર સાથે એ સંવાદિતામાં કાર્ય કરે છે ત્યારે એમાં પૂર્ણપણે ભળી જાય છે.
માત્ર જ્યારે સમષ્ટિને માટે કશો વિચાર કે કાળજી કર્યા વગર લોકો પોતાનો ચીલો આંકીને જવા કરે છે ત્યારે વિસંવાદ અને અંધાધૂંધી સર્જાય છે.
તમારું હૃદય યોગ્ય સ્થાને હોય અને તમે સાથે મળીને સમગ્રના હિત માટે જીવતા ને કામ કરતાં હો ત્યારે તો તેમાંથી સર્વોત્તમ બાબત જ પ્રગટ થાય છે.
આથી સંઘર્ષ મૂકો અને મોકળાં થાઓ.
તમારે જે કરવાનું છે તે ફક્ત આટલું જ, કે તમે માત્ર પોતે બની રહો અને વસ્તુઓને ઉઘડવા દો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.