શુક્રવાર, 23 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 23

     તમે જેટલું વધારે મેળવો તેટલું વધારે તમારે આપવાનું છે. પોતાને માટે કશું સંઘરી ન રાખો, પણ આપો અને આપો અને આપતા જ જાઓ; અને એ રીતે, વધુ ને વધુ તમને ભરી દે તે માટે જગ્યા કરો.
પરિવર્તનો થઈ રહયાં છે, અને તે પ્રત્યે તમે જેટલાં વધુ સભાન થાઓ તેટલી વધુ ઝડપથી તે બની આવે છે.
તે તમારા ભાગરૂપ બને છે અને તમે તેના ભાગરૂપ બનો છો.
ભૂમિ ખેડાઈ ચુકી છે અને બીજ વવાઈ ગયાં છે.
હવે ઉગવાનો, વિસ્તરવાનો, પાંગરવાનો સમય છે અને અત્યારે આ જ પ્રક્રિયા ચાલી રહી છે.
આ સઘળાની સુંદરતા અને અદ્ભુતતા નિહાળો.
જુઓ કે વધુ ને વધુ લોકો જાગ્રત થઈ રહયાં છે, જે બની રહ્યું છે તે પ્રત્યે સજાગ થઈ રહયાં છે.
એક જબરદસ્ત ભરતી આવી રહી છે.
ઘણાં લોકો માટે, દિવ્ય શક્તિની ગતિરીતિ જીવંત વાસ્તવિકતા બનવાની શરૂઆત થઈ ગઈ છે.
દિવ્યતાની સાથે જીવો,
દિવ્યતાના માર્ગે ચાલો અને સમગ્ર જીવન સાથે એકરૂપ થાઓ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

1 ટિપ્પણી:

Please comment with your own opinion.