એક જણ માટે જે યોગ્ય હોય તે બીજા માટે ન પણ હોય. એટલે જ એ મહત્વનું છે કે તમે પોતે તમારી આંતરિક દોરવણી મેળવો અને બીજા કોઈના પગલે ચાલવાનો પ્રયત્ન કરવાને બદલે, એ (દોરવણી) પ્રમાણે કામ કરો.
તમને પસંદગીની સ્વતંત્રતા છે.
બધા મનુષ્યોને મેં પસંદગીની સ્વતંત્રતા આપેલી છે.
તમે કાંઈ કઠપૂતળી નથી કે દોરીઓ ખેંચ્યા વિના સંચાર ન જ કરી શકો.
તમારે માટે યોગ્ય શુ છે તે તમે શોધી શકો અને પામી શકો.
પછી એના સંબંધમાં શુ કરો છો એનો આધાર તમારી પર છે.
તમારે માટે શું યોગ્ય છે તે જાણ્યા પછી એને અનુસરવાથી તમને મનપ્રાણની સાચી શાંતિ મળે છે.
એટલે શોધો અને તમારો ચોક્કસ માર્ગ ન મળે ત્યાં સુધી શોધતાં રહો અને પછી એને અનુસરો.
એનો અર્થ કદાચ એમ પણ થાય કે તમે સાવ તમારા પોતાના પગ પર જ ઊભાં રહો અને બીજાઓની નજરે વિચિત્ર લાગે એવું કંઈક કરો.
પણ એથી ડરો નહીં.
એ જે કાંઈ હોય, કરો.
કારણ કે તમારી અંદર તમે જાણો છો કે તમારે માટે એ સાચું છે અને એમાંથી અતિ ઉત્તમ જ નીપજશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શનિવાર, 24 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 24
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.