દરેક મુશ્કેલીને એક પડકાર તરીકે, ઉપર ચડવાના એક પગથિયા તરીકે જુઓ.
કદી કોઈ વસ્તુથી, કોઈ વ્યક્તિથી પરાજિત ન થાઓ.
આગળ વધતા રહો અને જાણો કે તમે સતત ખંતથી લાગેલા રહેશો તો તમારી નજર સમક્ષ જવાબ પ્રગટ થશે.
મજબૂત બનો , હિંમતવાળા બનો, કારણકે, ગમે તે થાય તમે ત્યાં પહોંચવાના જ છો એની તમને જાણ છે.
આ તબક્કે હવે પાછા ફરવાપણું નથી.
તમારી પાછળ બધાં દ્વાર ભિડાઈ ગયા છે એટલે તમારે આગળ ગતિ કરવી જ પડશે.
સમય ટુંકાતો જાય છે અને હજુ ઘણું બધું કરવાનું બાકી છે.
આખીય જે યોજના છે એમાં તમારો ભાગ તમારે ભજવવાનો છે
એમાં તમારું ખરું સ્થાન ક્યાં છે તે શોઘી કાઢો,
કારણ કે તમે ક્યાં બંધ બેસો છો તે તમે જાણો છો ત્યારે તમને અંદરથી શાંતિ થાય અને જે કરવાનું છે તે તમે સુંપૂણૅ આત્મવિશ્વાસથી કરી શકો.
અે અદ્ભુત યોજના છે, ભવ્ય યોજના છે, એટલે એમાં ભાગ લેતા ભય ન પામો.
માત્ર તમારું શ્રેષ્ઠ આપો.
અે રીતે અે યોજનાને શક્ય તેટલી જલદી પૂરી કરવામાં સહાય કરો અને તેને પૂર્ણ સ્વરૂપમાં ઉદ્દઘાટીત થતી જુઅો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.