સોમવાર, 26 ફેબ્રુઆરી, 2018

ફેબ્રુઆરી 26

      એવો સમય હોય છે જ્યારે નવું એટલું ધીમે ધીમે ઊઘડે છે કે તમને થઈ રહેલા ફેરફારનો ખ્યાલ નથી આવતો અને પછી એકાએક જ તમને જણાય છે કે આ બધું તો બની ગયું અને તમારું તો તે તરફ ધ્યાન જ નહોતું.
બીજા સમયે વળી તમે તમારી નજર સમક્ષ જ, એક પછી એક થતાં પરિવર્તનો જોઈ શકો છો.
વળી એવોય સમય હોય છે જ્યારે વસ્તુ રાતોરાત બની આવે છે,
જેમ કે શિયાળામાં,
તમે સુવા ગયાં હો ત્યારે બહારના જગતમાં બધું સ્વાભાવિક હોય, પણ સવારે તમે ઉઠો ત્યારે એકેએક વસ્તુ હિમકણોથી ઢંકાયેલી હોય.
તમારે એ વિશે કંઈ જ કરવાનું બન્યું હોતું નથી.
એ બધું એક અત્યંત ચમત્કારિક રીતે બની આવેલું હોય છે.
ઘણી વિવિધ રીતોએ નવું ખુલ્લું થશે.
તમારે માત્ર આટલું જ કરવાનું છે: એની સાથે ગતિ કરો અને એનો પ્રતિકાર ન કરો.
પરિવર્તન પીડાદાયક જ હોય એક જરૂરી નથી.
એ અનિવાર્ય છે,
કારણ કે કશું જ તેના તે રૂપે રહેતું નથી;
અને તમે તમારા હૃદયમાં ડોકિયું કરો તો, એ એવું ને એવું રહે એમ તમે પણ નહિ ઈચ્છો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.