તમારે તમારી સ્વતંત્રતા પિછાણવી જોઈએ, જેથી તમે મહાન આધ્યાત્મિક ઊંચાઈઓ સુધી ઊડી શકો; નહીં તો પછી તમે પીંજરામાં પુરાયેલાં પંખી જેવા છો, જે, પીંજરાનું દ્વાર સાવ ઉઘાડું હોવા છતાં અને જ્યાં ઈચ્છા થાય ત્યાં ઊડી જવાને સ્વતંત્ર હોવા છતાં પોતાની સ્વતંત્રતાને ઓળખતું નથી અને પીંજરામાં પાંખો ફફડાવ્યા કરે છે, કશે પહોંચતું નથી.
તમે આખી જિંદગી આ પંખીની જેમ જ તદ્દન અંધપણે બંધનમાં પસાર કરો એવું બને, સિવાય કે તમે સ્વતંત્ર છો એમ તમે જાણી લો, તમારી સ્વતંત્રતાને માન્ય રાખો અને જ્યાં તમને પકડી - રોકી રાખનારા અવરોધો, સીમાઓ, મર્યાદાઓ નથી એવા આત્માના પ્રદેશમાં, એનો જે રીતે ઉપયોગ કરવો ઘટે તે રીતે કરો.
બધા મનુષ્યો સ્વતંત્ર જ છે - તેઓ ફક્ત એ પિછાણે અને સ્વીકાર કરે તો.
એ સ્વતંત્રતા તમારી સમક્ષ ધરવામાં આવે છે પણ એનો ઉપયોગ કરતાં પહેલાં તમારે એને સ્વીકારવી જોઈએ.
તો અત્યારે જ, તમવા કોઈથી, કશાથી બંધાયેલાં નથી અને જે કરવા ઈચ્છો તે કરવાને શક્તિમાન છો એ જાણી પિછાણીને તમારી સ્વતંત્રતાનો સ્વીકાર કેમ ન કરો ?
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 27 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 27
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.