(ઈશ્વરનું) રાજ્ય આવ્યું છે, પણ વધુ ને વધુ લોકો એને ઓળખે અને અપનાવે એ માટે તે પ્રતીક્ષા કરી રહ્યું છે. તો પછી ચાલો, એનાં નિવાસી બનો.
તમે પ્રાર્થના કરો છો કે મારું (ઈશ્વરનું) રાજ્ય સ્થપાય, પૃથ્વી પર મારી ઈચ્છા પૂર્ણ થાય.
તો હવે પ્રાર્થના કરવાનું બંધ કરો અને એના પર હક નોંધાવો.
શ્રદ્ધા વિનાની પ્રાર્થના ઠાલી છે.
તમારે તમારા સમસ્ત મન-પ્રાણ-હૃદયથી શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરતાં શીખવું જોઈએ, જેથી તમારી જે કાંઈ પ્રાર્થના હોય તે એકદમ સાચી અને સંગીન બને અને તમને રજમાત્ર સંશય વિના જણાય કે તેનો જવાબ અપાય રહ્યો છે.
કશાની મર્યાદા ન બાંધો.
મારા રાજ્યમાં કોઈ મર્યાદા નથી.
મારું રાજ્ય આવ્યું છે અને મારા રાજ્યમાં બધી જ બાબતો શક્ય છે.
તમારી અત્યંત માનુષી મર્યાદાઓથી, તમારી જાતથી ઉપર ઊઠીને જીવતાં શીખો.
આત્માનાં પ્રદેશમાં જીવો,
જ્યાં તમે મારામાં બધી જ બાબતો કરી શકો.
હું તમને સબળ કરું છું અને ઊંચે ટકાવી રાખું છું.
એટલે જાણો કે હું સદૈવ તમારી સાથે છું.
એથી જુદું બીજું હોઈ પણ કેમ શકે ?
કારણ કે હું તમારી ભીતર જ છું.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
બુધવાર, 28 ફેબ્રુઆરી, 2018
ફેબ્રુઆરી 28
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.