ગુરુવાર, 1 માર્ચ, 2018

માર્ચ 01

      ચમત્કારની અપેક્ષા રાખો. એક પછી એક ચમત્કારો બનવાની રાહ જુઓ. કશી મર્યાદા બાંધતાં નહીં. તમે જેટલાં વધુ ખુલ્લાં હો તેટલું વધુ સારું. કારણ કે તો પછી મારા નિયમોના પ્રવાહને અવરોધે એવું કશું નહીં હોય; અને ચમત્કારો તો કેવળ ક્રિયાન્વિત થતા મારા નિયમો જ છે.
આ નિયમો સાથે વહો, પછી કાંઈ પણ બની શકે.
મારી યોજનાનું પૂર્ણ સ્વરૂપ ઉદ્દઘાટિત થતું જુઓ.
એમાં કશી ઉતાવળ કે દોડાદોડી નથી.
જ્યારે કશુંક ઊઘડે છે ત્યારે તે અત્યંત વેગથી ઊઘડે છે, પણ એમાં ઊંડી ગંભીર પ્રશાંતિ હોય છે, સંપૂર્ણ સમયાનુસારતા અને ચોકસાઈ હોય છે.
કશાથી ભય ન પામો; તમારા શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં હોય પછી કશાથી ડરવાનું રહેતું નથી.
હું તમારી ભીતર જ છું, એટલે તમારી અંદર અને બહાર, મારી યોજના પૂર્ણરૂપે પ્રગટ થાય તે જુઓ.
આ બધાંનો આરંભ અંદરથી થાય છે અને અંદરથી ગતિ કરતું તે બહાર આવે છે,
એટલે તમારી અંદરની કોઈ બાબત એની પ્રગતિમાં અવરોધ ઊભો કરે એવું ન થવા દો.
એ બધું આવવા દો,
નવું સ્વર્ગ અને નવી ધારા નિહાળો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.