ઘણા લોકો શ્રદ્ધા વિશે વાત કરે છે, પણ એને જીવનમાં ઉતારી શકતા નથી. એ બધા જ લોકો મને ચાહવાની વાતો કરે છે, પણ પ્રેમનો કક્કોય તેઓ જાણતાં નથી. તમારી ચારે તરફ જે લોકો રહેલાં છે અને જેમને તમારાં પ્રેમ, શાણપણ અને સમજની જરૂર છે તેમને ચાહવાને તમે અશક્તિમાન હો, તો જેને તમે જોયો નથી એને ચાહવાની વાત કરવી એ સમયનો વ્યય છે.
તમારી તદ્દન નજીકમાં જે લોકોને મેં મૂક્યાં છે, તેમને પહેલાં ચાહો, પછી તમે મને ખરેખર પ્રેમ કરવો એટલે શું તે જાણી શકશો.
જીવનમાં તમારો માર્ગ ખોળવા માટે ફાંફાં શા સારું મારો છો ?
તમારે તો ફક્ત, હું તમારી સાથે છું - એ બાબતની જાણ સાથે, એમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી દ્રઢતાપૂર્વક મોટાં ડગલાં જ ભરવાનાં છે.
હું અહીં જ છું - મારી સઘળી શુભ અને સુયોગ્ય ભેટો તમારી સામે લંબાવીને; પણ તમે જો એ સ્વીકારો નહીં તો તમે એમાંથી લાભ મેળવી શકો નહીં.
હું તમને એ મુક્તપણે આપું છું; મુક્તપણે તમારે એ સ્વીકારવી જોઈએ અને પછી સમષ્ટિના લાભ માટે એનો શાણપણભર્યો ઉપયોગ કરવો જોઈએ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શુક્રવાર, 2 માર્ચ, 2018
માર્ચ 02
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.