શનિવાર, 3 માર્ચ, 2018

માર્ચ 03

      નવા યુગમાં આવનારાં અદ્ભુત પરિવર્તનો માટે તમારે તૈયાર રહેવું જોઈએ. તમે એને સ્વીકારી શકો અને બ્લૉટિંગ પેપરની જેમ એને સહેજે આત્મસાત્ કરી શકો તો તમારી અંદર અને તમારી આસપાસ આ પરિવર્તનો ખૂબ શાંતિ અને સંવાદિતા સાથે આવશે.
તમને જણાશે કે એ પરિવર્તનો સાથે તમે પણ એના અનુચિત પ્રભાવ હેઠળ આવ્યા વગર બદલાશો અને જેટલી સહજતાથી માછલી પાણીમાં હરેફરે છે તેટલી સહજતાથી તમે એમાં જીવી, હરીફરી, શ્વાસ લઈ શકશો.
સહેજ પણ તાણ અનુભવ્યા વિના તમે તમારા નવા વાતાવરણને સ્વીકારી શકશો.
એક બાળક બાળમંદિરથી પ્રાથમિક શાળામાં અને પ્રાથમિકથી માધ્યમિકમાં કશી મુશ્કેલી વગર ગતિ કરે છે કારણ કે એ બધું તે સ્વાભાવિકપણે લેતું જાય છે, અને તે એક એક પગલું માંડતું આગળ વધે છે.
જેમ જેમ નવા વિષયો અને ગોઠવણીઓ આવતી જાય તેમ તેમ તે એને અપનાવે છે.
એને બાળમંદિરમાંથી સીધું માધ્યમિકમાં મૂકી શકાય નહીં, તો તો તે સાવ અટવાઈ જાય.
(એટલે) ચિંતા ન કરો; હું તમને બહુ ઝડપથી નહીં ચલાવું.
બધું જ સમયના મારા અચૂક આયોજનમાં આવી રહેલું છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.