રવિવાર, 4 માર્ચ, 2018

માર્ચ 04

     શાંત સ્થિર થઈને મારી પાસે રહેવા જેટલો સમય તમે કાઢતા નથી કે તકલીફ લેતા નથી એમાં તમારા કેટલા બધા સમય ને શક્તિ વેડફાય છે!
દરેક પરિસ્થિતિના ઉકેલ ની આ ગુપ્ત ચાવી છે.
એને વ્યવહારમાં ઉતારીને, અે કઈ રીતે કામ કરે છે તેની જાતે જ ખાતરી કેમ નથી મેળવી લેતાં?
કોઈ બાબત નો પ્રયોગ કરી તમે એની કસોટી ન કરો ત્યાં સુધી અે ફકત સિદ્ધાંત જ રહે છે.
આ જીવન ઘણું જ વાસ્તવિક છે, ઘણું જ વ્યવહારુ, ઘણું જ કર્મયુક્ત છે.
એમાં કશું સૈદ્ધાંતિક નથી, પણ અે એમ છે એવું પુરવાર કરવા માટે કશુંક કરવાનું તમારા પર છે.
દિવસનું અંજવાળું તો છે જ, પણ તમે પડદા હટાવો નહિ ત્યાં સુધી તમે અંધારામાં જ રહેવાના.
નળમાં પાણી છે, પણ તમે ચકલી ફેરવીને પાણી વહેતું ન કરો ત્યાં સુધી અે નળમાં સ્થિર જ રહે છે.
તમારી થાળીમાં ભોજન પીરસાયેલું હોય, પણ તમે અે મોમાં મૂકો નહિ અને જમો નહિ ત્યાં સુધી તમને એનાથી કંઈ ફાયદો થતો નથી.
એટલે કામે લાગી જાઓ, અને હમણાંથી જ.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please comment with your own opinion.