તમે નવામાં જેમ આગળ વધો તેમ બધોય વખત મારા વિશે, મારી દિવ્ય ઉપસ્થિતિ વિશે સભાનપણે જાગ્રત થતાં રહો. તમારું મન મારામાં સ્થિત રાખો.
એ બાબત તમને ચેતનાનો સ્તર ઊંચો રાખવામાં સહાય કરશે, જેથી તમે કશી મુશ્કેલી વગર આગળ વધી શકો.
તમે જે કાંઈ કરો, બોલો, વિચારો તેમાં મને લઈ આવો.
તમારી સઘળી બાબતોમાં મને સહભાગી બનાવો.
તમારે જ્યારે કશું સંતાડવાનું નથી હોતું ત્યારે જ તમે પ્રાણની સાચી સ્વતંત્રતા શું, એ જાણો છો.
તમે મુક્ત હો એમ હું ઈચ્છું છું.
જેથી મારી અદ્ભૂતતાઓ તમારી સમક્ષ પ્રગટ થઈ શકે અને તમારી અંદરની કોઈ બાબત તેને અટકાવે નહીં.
ઘણું બધું છે જે ઉદ્દઘાટિત થવાની રાહ જુએ છે.
હજુ એની માંડ શરૂઆત થઈ છે.
સ્વપ્નમાં પણ ન વિચાર્યા હોય એવાં આશ્ચર્યો અને સૌંદર્યોની કલ્પના કરો, તે પોતાનું પ્રાગટ્ય કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
એ નવા વિચારો, નવા નિયમો, નવી રીતિઓવાળા નવા જગતમાં ડગ માંડવા જેવું હશે.
નવા યુગનું દર્શન હંમેશાં તમારી સમ્મુખ રાખો.
તમે જોશો કે બહુ સ્વાભાવિક રીતે તમે એમાં ગતિ કરી રહયાં છો અને એ તમારો પોતાનો જ બનશે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.