તમારી અંદર હરીફાઈનો ભાવ જરા પણ ન રહેવા દો. જ્યારે તમને એમ સમજાઇ જાય કે સમગ્રમાં દરેકે પોતપોતાનો ચોક્કસ ભાગ ભજવવાનો છે ત્યારે સ્પર્ધાનો આખોયે ભાવ ચાલ્યો જશે અને તમે હળવાં, નિરાંતવા થઈ શકશો, તમે તમે જ બની રહેશો.
તમે જે નથી તે થવાનો પ્રયત્ન છોડી દો તો જીવન કેટલું સાદું ને સરળ થઈ જાય !
સમગ્રની રચનામાં તમારે તમારો ભાગ ભજવવાનો છે, તો એ તમારાથી શક્ય તેટલી ઉત્તમ રીતે અદા કરો.
હું તમને એકબીજાને ચાહવા માટે કહું છું.
તમે એ કરો છો ?
કે તમે માત્ર સહિષ્ણુ બની રહો છો અને બહાના કાઢો છો કે કેટલાંક લોકો સાથે તો હળીભળી શકાય જ નહીં, કારણ કે તેમની ને તમારી વચ્ચે બે ધ્રુવ જેટલું અંતર છે ?
તમે બધા જ મારા પ્રિયજનો છો.
તમે જેટલું જલદી આ સમજી લો તેટલું વધુ સારું,
કારણ કે મારી દ્રષ્ટિમાં તમે બધાં એક છો અને મારો પ્રેમ દરેક પ્રત્યે સમાનપણે વહે છે.
તમે જ્યારે માઈ સાથેની એકતા સ્વીકારી શકશો ત્યારે એકબીજાં સાથેની તમારી એકાત્મતા સ્વીકારવાને શક્તિમાન બનશો.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
શુક્રવાર, 16 માર્ચ, 2018
માર્ચ 16
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.