તમે જે કાંઈ વિચારો, જે કાંઈ કરો, જે રીતે વર્તો તેની દુનિયાની પરિસ્થિતિ પર જબરદસ્ત અસર થતી હોય છે.
એટલે જીવનની ઊજળી બાજુ જોવાનું, ઊભી થતી દરેક પરિસ્થિતિમાં ઉત્તમ તત્વ જોવાનું અત્યારથી જ શરૂ કરી દો.
તમે પુરતા ઊંડાણથી જોશો તો તમને અે મળશે.
અે હોય જ છે.
પણ ઘણી વાર એટલું ઢંકાયેલું હોય છે કે લુપ્ત થઈ ગયેલું લાગે.
જે લોકો ખરેખર મને ચાહે છે અને દરેક બાબતમાં પ્રથમ મને રાખે છે તેમના કલ્યાણ માટે બધી બાબતો સાથે મળીને કામ કરે છે.
તમારી શ્રદ્ધા મજબૂત અને અચળ હોવી જોઈઅે.
પરિસ્થિતિ ગમે તેટલી ધેરી અને ગમગીનીભરી લાગતી હોય, એમાં ટકી રહેવા માટે તમે તૈયાર હોવા જોઇએ.
એમાં સુધારો થાય તે પહેલા એને વધુ વણસતી જોવાને પણ કદાચ તમારે તૈયાર રહેવું પડે.
માત્ર એટલું જાણી લો કે બધું જ યોગ્ય સમયે, પરિપૂર્ણ સ્વરૂપે બનશે અને અે સઘળું મારા હાથમાં છે.
ઊંડેથી સમજી લો કે હું સર્વમાં છું, સર્વત્ર છું, એવું કોઈ સ્થળ નથી જ્યાં હું ન હોઉં;
અને અંતિમ લક્ષ્ય પૂર્ણતાનું છે.
'ઊઘડતાં દ્વાર અંતરનાં' પુસ્તકમાંથી સાભાર.
મંગળવાર, 20 માર્ચ, 2018
માર્ચ 20
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please comment with your own opinion.