આપ મારા વિશે શું જાણવા ઈચ્છો છો ?
1. મારો અન્ય બ્લોગ જોવો છે ? તો અહિયાં ક્લિક કરો .
2. મારી પ્રોફાઈલ જોવી છે ? તો અહિયાં ક્લિક કરો .
3. પૂજ્ય મોરારી બાપુ ની આફ્રિકા નાં સીશલ્સ ખાતે યોજાયેલી રામકથા માં મેં કરેલા મંત્રગાન નો વીડિઓ યુ ટ્યુબ પર માણવા માટે અહિયાં ક્લિક કરો .
4. મારું પ્રથમ કાવ્ય વાંચવું છે ? તો અહિયાં ક્લિક કરો .
5. મારી સૌથી વધારે વંચાયેલી તથા વખણાયેલી પોસ્ટ વાંચવા માટે અહિયાં ક્લિક કરો .
6. મારા અન્ય બ્લોગ પર ભગવદગીતા વિષે વાંચવા માટે અહિયાં ક્લિક કરો .
7. મારી સાથે ફેસબુક પર જોડાવા અહિયાં ક્લિક કરો .
*ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
જવાબ આપોકાઢી નાખોવિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
*નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
* વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
* નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
છે.
* વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
શીખવી સરળ બની જશે.
* નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
“ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
કટિબદ્ધ છે.
*ગુજરાતીલેક્સિકોન વિશે : *
45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
*http://www.gujaratilexicon.com *વેબસાઇટની
મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
*) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
(*http://global.gujaratilexicon.com/
*)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
છે.
ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
Phone : +91 79 40049325 / +91 9825263050
નવી માહિતી થી માહિતગાર કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર મૈત્રી બહેન. _/\_
જવાબ આપોકાઢી નાખોતમે એકદમ મઝા ના લેખો લખો છો. ધીરે ધીરે તમારા બધા લેખો વાંચી નાખીસ ,
જવાબ આપોકાઢી નાખોBest,
Kunj Dodiya
https://kunjpdodiya.wordpress.com